લે,આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું !
મારું; તારું ને ગમવું પણ,
લાવ લાવ કરિયેં સહિયારું !
તું જીતે ને થાઉં ખુશી હું,
લે ને ફરી ફરીને હારું !
ઇટ્ટા-કિટ્ટા એક ઘડીના,
બાકી સઘળું પ્યારું પ્યારું!
હસિયે રમિયે મીઠું લાગે,
થૂ, આંસુ તો લાગે ખારું !
ગીત હોય તો શીદ અબોલા,
તું ઝીલી લે, હું લલકારું !
રમિયે ત્યાં લગ હાથ રમકડું,
મોજ મહીં શું મારું - તારું !
*:- રાજેન્દ્ર શુકલ.*
No comments:
Post a Comment