*સાધો ... અબ તો નિત્ય બસંત* ,
*મુરશીદે કીધો મતવાલો છૂટ્યા જુઠા તંત ....*
*સાધો... અબ તો નિત્ય બસંત ...*
*જીવનના તંબુરના સઘળાં તાર હતા બેસૂરા*
*મુરશીદે જ્યાં તાણ્યા-ખેંચ્યા વાગે હવે મધુરા*
*મૈં-મૈં નો ગાનાર મરી ગ્યો, તુંહી તુંહી બજંત ...*
*સાધો ... અબ તો નિત્ય બસંત ...*
*ભ્રમણા ભાંગી,સુરતા જાગી,ઘટમાં ગુંજે ગીત*
*હતી અધૂરી કૈંક યુગોથી પરમ પિયૂની પ્રીત*
*રસનાથી છૂટી ગઈ રટણા, ભીતર વાગે જંત ...*
*સાધો ... અબ તો નિત્ય બસંત ...*
*- અજીત પરમાર*
No comments:
Post a Comment