Wednesday, 15 April 2020

ગઝલ

વછૂટે છે

એક સાંધું, તેર તૂટે છે, હરિ!
ને હજારે એક ખૂટે છે, હરિ!

નાસમજ તો છે નહીં તોયે છતાં
પેટ દુખે, માથું ફૂટે છે, હરિ!

ડાળ તો સૂકાઇ ગઇ છે તે છતાં
ઝંખનાની કૂંપળ ફૂટે છે, હરિ!

કોઈ ખાંપણ ઓઢીને સૂઈ ગયું
કોઈ છોડી જીવ, છૂટે છે, હરિ!

આતમો પીંજરું ફગાવી દઇ, પછી
પાંખ ફેલાવી વછૂટે છે, હરિ!

હરિહર શુક્લ 'હરિ'

No comments:

Post a Comment