તું લાખોમાં અલગ રહેવાનો વટ રાખે !
કપાળે ઝૂલ્ફની એકાદ લટ રાખે !
ન તું આઘે જવા દે કે નિકટ રાખે,
નદીથી વેગળું મન જેમ તટ રાખે !
એ સંતાડે કે ઈચ્છાઓ પ્રગટ રાખે ,
સલામત સર્વ પોતાના મુગટ રાખે !
બધો આધાર મનસૂબા ઉપર રહેશે
જે રસ્તાઓ સરળ રાખે,વિકટ રાખે
ક્ષણો પણ સર્પ જેવી હોય સુંવાળી
સરી જાશે ,ગમે તેવી ચીવટ રાખે !
ન સંશય કર અરીસા હોય છે લુચ્ચા
એ બિમ્બોને ઊલટ રાખે, સૂલટ રાખે
ગઝલ ક્યારેક મનને સોંસરું વીંધે
અને તું દાદ દેવામાં કપટ રાખે !
ભરત ભટ્ટ
No comments:
Post a Comment