જો સહેલું લાગતું હો, તો તું થઈ જા શંકર,
સાપ સાથે ફાવતું હો,તો તું થઈ જા શંકર.
સંઘરી એને ગળામાં લે હવે હું થાક્યો,
ઝેર એ જો ભાવતું હોય તો તું થઈ જા શંકર.
લે, મને વાંધો નથી, તું પૂછ ગંગાજળને,
તુજ્ જટામાં આવતું હોય તો તું થઈ જા શંકર.
ત્રણ આંખો, એ ય પાછી બંધ, તો પણ જાગું,
કોઇ તુજમાં જાગતું હોય તો તું થઈ જા શંકર.
આખુ જગ સામે પડ્યું હો, તોય તારા પર કોઇ,
જો ભરોસો રાખતું હો તો તું થૈ જા શંકર.
ડો. હિતેશ પટેલ ‘હિત’
No comments:
Post a Comment