*થવું જોઈએ*
*આમ તો આવું જ કંઈક થવું જોઈએ;*
*નકશામાં હતું એમ જ શું બધું થવું જોઈએ?*
*મને કશો જ વાંધો નથી સ્વપ્નાઓ જોવાનો;*
*પણ કાગળની હોડી લઇ, શું તરવું જોઈએ?*
*ઘનઘોર વાદળો વચ્ચે, આકાશ છો ઘેરાયું હો;*
*એવું થોડું બને કે તેને અહીં જ વરસવું જોઈએ?*
*છુપાવી છે વાત, જે ખુલ્લી હતી સદાકાળથી;*
*એવું થોડું છે કે બધાને કાનમાં કહેવું જોઈએ?*
*આપણે જ રચ્યું હતું ભાવવિશ્વ અહીં પ્રેમનું;*
*એવું થોડું છે કે તે હકીકત થવું જોઈએ?*
*- ડૉ. મધુકાન્ત આચાર્ય*
No comments:
Post a Comment