Wednesday, 15 April 2020

ગઝલ

કેમ રે આ રંગ ઝાંખો થઈ ગયો!
યુદ્ધ શમતાં જંગ પાંખો થઈ ગયો!
મેં જ ચપટી દર્દ ઉમેર્યું હતું!
ને તૂટેલો શબ્દ આખો થઈ ગયો!
વેશ પ્હેર્યો હાથમાં તલવાર લઈ!
ને લખુડો જામ લાખો થઈ ગયો!
બસ જરા શી મેં દીધી લીધી ક્ષમા!
જીંદગીનો દાવ સાચો થઈ ગયો!
હા ખબર મેં જાગવા રાખી હતી!
ઊંઘનો અધિકાર કાચો  થઈ ગયો!
ઝીલવાની ક્યાં હતી દાનત ખરી!
સ્પર્શ પણ જ્યારે તમાચો થઈ ગયો!
જીવ માફક સાચવેલો ' રશ્મિ' પણ!
આખરે ડૂચો લબાચો  થઈ ગયો!
- ડૉ.રમેશ ભટ્ટ' રશ્મિ'.

No comments:

Post a Comment