Wednesday, 15 April 2020

ગઝલ

*શબ્દ-ફરમાન..*

*શબ્દનું ફરમાન ફગાવી દીધું,*
*દિલનું અરમાન વહાવી દીધું.*

*મહા મુશ્કેલીઓની આગમાં,*
*ખુદનું સ્વમાન જલાવી દીધું.*

*લાગલગાટ તર્કવિતર્ક કરીને,*
*સંપૂર્ણ અનુમાન લગાવી દીધું*

*વિદ્રોહની જ્વાલા જલાવીને,*
*કાયરનું સ્વમાન જગાવી દીધું.*

*ભયંકર યુદ્ધની મરુ ભૂમિમાં,*
*વિરોએ આહવાન ફગાવી દીધું.*

*કેટલાય પ્રયત્નોના અંતે પણ,*
*એમણે અપમાન કરાવી દીધું.*

*દિનેશ, મહા ભાગ્યશાળી છું,*
*એટલે નામદાન મેળવી લીધું.*

*દિનેશ સોની,*
*રાપર (કચ્છ)*
*તા.14/04/20.*

No comments:

Post a Comment