Tuesday, 6 September 2016

અછાંદસ

વર્ષો પહેલા રોજ
ઝાડ પર કા..કા..
કરતો કાગળો..
કોઇના આવવાની રાહ બહુ
જોવડાવતો...
પણ નક્કી કોઈ આવતુ ખરું..

હવે ઝાડ નથી એટલે
બાલ્ક્ની પરથી
ટ્રૈફિકના આવજમા કાગળો બરાડા પાડ્યે રાખે છે...
પણ કોઈ સુધી તેનો અવાજ પહોંચતો નથી...

હમણા એનો અવાજ  બંધ છે
ડોર બેલ ચુપ છે
હવે કાગળો આવતો નથી.
બેલ ની જગ્યાએ ફોનની ઘંટી વાગે છે
એ પણ કામ હોય ત્યારેજ..

તો થયું હવે કાગળો નહીં આવે...
                         -----જ્નાર્દન દવે

No comments:

Post a Comment