*એમના અવાજ માટે ની ગઝલ*
તમારો સાદ હું તો સાંભળી ખોવાઈ જાઉં,
સુણી ને સ્વર મીઠો હું હવે મોહાઈ જાઉં.
ભરી ગુસ્સો તું જયારે મુજ ઉપર જો ઠાલવે છે,
ફૂલો ની જેમ ત્યારે હુંય તો કરમાઈ જાઉં.
પરંતુ પ્રેમ ની વાતો તું જયારે બોલતી છે,
કહું સાચું એ વખતે હું જરા શરમાઈ જાઉં.
અગર આ નામ મારું હોઠ પર તારા જો આવે,
હકીકત માં વગર ચુમ્યે હું તો ચુમાઈ જાઉં.
વિચારો માં ભમે છે સાદ તારો રાત ને દી,
રહે ખોવાઈ ને આ "મિત્ર" એ દેખાઈ જાઉં.
રાકેશ રાઠોડ "મિત્ર"
No comments:
Post a Comment