Wednesday, 14 September 2016

ગઝલ

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો ,
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો.

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું ,
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો .

વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ ,
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો .

ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી ,
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો .

આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે ,
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો .

- મનોજ ખંડેરિયા

No comments:

Post a Comment