આજ મારી આંગળી પાકી
ડૉ. ભાવેશ જેતપરિયા
આજ મારી આંગળી પાકી
લખે નહિ કાંઈ એને કહેવાય નહિ કાંઈ કહેતા આ જીભ ગઈ થાકી
આજ મારી આંગળી પાકી
લખવાનું થોકબંધ પણ પાનાં કોરાં મારી ડાયરીમાં ફરતાં ફૂદરડી
પાટા પીંડીની લત એને લાગી પછી સમજણની કુચિયું ના જડી
બંધનમાં બંધાણી રસબસ સંધાણી
સાંધેથી વળતી ગઈ વાંકી
આજ મારી આંગળી પાકી...
વેઢાથી નખ જાય છેટા એમ ભીતરમાં દરદ આવી આમતેમ પેઠા
આંખોના કિનારે ધોધમાર જાય એવી નજરુંને ઘાટ લઈ બેઠા
ગોવર્ધન ઉંચકતી બંસીએ ખીલેલી પણ વીંટી સમ વીંટાવું બાકી
આજ મારી આંગળી પાકી....
( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )
No comments:
Post a Comment