Monday, 12 September 2016

ગીત


અફવા
ડૉ. ભાવેશ જેતપરિયા

અફવાની હેલીમાં ડૂબ્યા જન સઘળા વન લથબથ મન લૂમે ઝૂમે ઘરાક થઇ ગઇ મીઠી
અફવા આંગળિયુંથી વેંતવેંતને વાંભ વાંભ થઇ વાંસ વાંસને છેડે ચોળે પીઠી

ધારદાર થઇ અફવા વીંધે મારગ ચીંધે અફવા ફળિયામાંથી નીકળે અફવા પીઠ પલાણે
તબડક ઘોડી અફવા ઊડે ડુંગર પાર દરિયા સાત હોય કે સો સો કૂદી હાલી જાય અટાણે
અફવા આ કાનેથી કૂદી અફવા ઓ કાને જઇ જુદી અફવા આરપાર થઇ દીઠી
અફવાની હેલીમાં ડૂબ્યા.....

અફવા વાનર વેલે ચડતી પાને પાને પૂગે અફવા કાને છીંડું પડખે મીડું લઇને હરખે બેઠી
અફવા સીમ પરીનો વેલો અફવા મૂળ માગરથી છેટી અફવા ડૂલી મોજી મારગ પેઠી
અફવા કાગળ પરના અક્ષર અફવા ભર સભાનું બીડું અફવા સળગી વળગી ચિઠ્ઠી
અફવાની હેલીમાં ડૂબ્યા.....

( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુ )

No comments:

Post a Comment