Monday, 12 September 2016

ગઝલ

સપનાથી પર થઇ ને વિચારી જો મને,
પૂર્ણતામા તારી થોડું સમાવી જો મને.

કુલદીપક થઇ પવન ની મિત્રતા કરી મેં,
હોય શકયતા તો લે બુજાવી જો મને.

અતિ ભાગ્યવાન હોવું નસીબ નથી રહ્યું,
છતાં હાથે નહીં તો પગે મુકાવી જો મને.

હું સદીઓથી મારો ભાર લઈ ચાલ્યા કરું,
તું આભાર ના ભાર થી જુકાવી જો મને.

વર્ષો વર્ષ મારામાં ખારો પટ ઉછળી રહ્યો,
તું પ્રેમનું ઝરણ બની ડુબાવી જો મને.

એવરેજ જીવનની અલિપ્ત થવા આવી,
અરે મોત થોડું ઘણું તું હંફાવી જો મને.
                      
                        ---- જનાર્દન દવે

No comments:

Post a Comment