-: મળે ના મળે ફેર શું પડે:-
આશુઓને નયન મળે ના મળે ફેર શું પડે...!!
લાગનીને સ્વજન મળે ના મળે ફેર શું પડે...!!
શ્વાશને કારણે ફકત લાગુ જીવિત હું પણ અહીં,
જિંદગીને નિધન મળે ના મળે ફેર શું પડે.
ખ્વાહિશો જ્યાં સદા મરી,બાળતો મનને હું પછી,
એક તનને દહન મળે ના મળે ફેર શું પડે.
ચાલ લઇ જાવ ઊંચકી,આજ સમશાનમાં હવે,
મૃત્યુ પર કોઈ જન મળે ના મળે ફેર શું પડે.
ઝંખના ક્યાંય તૃપ્ત આ,જિંદગીની થઇ નથી,
લાશ ફરતે કફન મળે ના મળે ફેર શું પડે.
-ગૌતમ પરમાર "સર્જક".
-(મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ)-
No comments:
Post a Comment