Saturday, 17 September 2016

ગઝલ

#પલ

દર્દનો ફોટો મઢાવી રાખવો છે,
વેદનાનો છોડ વાવી રાખવો છે.

એક જે કિસ્સો સતાવે ડર બનીને,
હોઠ પર એને છપાવી રાખવો છે.

આંસુઓ પણ સાવ બર્ફાની થયાં છે,
પાંપણે અગ્નિ જલાવી રાખવો છે.

તું ટપાલી વેદનાઓ છોડ યારા,
શબ્દને પાનો ચડાવી રાખવો છે.

વ્યકત થાવું હોય તો *આલાપ* બોલે,
મૌનનો મોભો ટકાવી રાખવો છે !!!

આલાપ

No comments:

Post a Comment