Monday, 5 September 2016

ગઝલ-લખવા જ હમણાં.

ગઝલ-લખવા જ હમણાં.

ખૂદને તાકીને બેઠો છું ગઝલ લખવા જ હમણાં,
હુ મને વાંચીને બેઠો છું ગઝલ લખવા જ હમણાં.

વાંચતાની  વ્હેત  તમને એવું પણ લાગે, તમે છો,
આપને જાણીને બેઠો છું ગઝલ લખવા જ હમણાં.

   જેટલાં છે એટલા કારણ તને આપી શકુ છું,
કાળને જાણીને બેઠો છું ગઝલ લખવા જ હમણાં.

વાંસળી શાથી વગાડે તું ગઝલમાં ? સૌ પૂછે છે,
પ્રીતને પામીને બેઠો છું ગઝલ લખવા જ હમણાં.

આંખમાં આંસુનું મારણ શ્વાસનો ડૂમો ગઝલમાં,
મિત્રને બાળીને બેઠો છું ગઝલ લખવા જ હમણાં.

           - કૌશિક પરમાર " ઉસ્તાદ "

No comments:

Post a Comment