Wednesday, 14 September 2016

ગઝલ

બસ, આજે વીંટો વાળી લીધો, લ્યો ત્યારે
સાથે ડૂમો પણ ખાળી લીધો, લ્યો ત્યારે

સહેજ ચમક ઓછી લાગી'તી, ને એમાં પણ
મેં આતમને ખંખાળી લીધો,  લ્યો ત્યારે

એક્કે શાબાશી જેના ભાગે આવી નહિ
તે વાંસાને  પંપાળી લીધો, લ્યો ત્યારે!

ને, પડખે બેઠેલો ખાલીપો કંપ્યો'તો,
એને નખશિખ સંભાળી લીધો, લ્યો ત્યારે..

વેશ શબદનો ઝાંખોપાંખો દીઠો, તેથીજ
એને સો ગળણે ગાળી લીધો, લ્યો ત્યારે!
            

રાજુલ

No comments:

Post a Comment