બોલ જોઉં !!!
લાગણીનાં ભેદને ખોલી શકે તો ખોલ જોઉં !
આપણી એ વારતા બોલી શકે તો બોલ જોઉં !
તું લખાવી નામ મારું કર હથેળી બંધ જાતે,
તર્જની પર જાતને તોલી શકે તો તોલ જોઉં !
બંધ હોઠે હું જરા બોલું અને તું સાંભળી લે,
સાપની માફક જરા ડોલી શકે તો ડોલ જોઉં !
આઠમા રંગે મને રંગી શકે છે પાલવ તમારો,
રંગ સાથે જાતને ઘોળી શકે તો ઘોળ જોઉં !
આપણે મળતાં હતાં એ વાતને વર્ષો થયાં છે,
યાદની એ ક્ષણ જરા મોલી શકે તો મોલ જોઉં !
#આલાપ
No comments:
Post a Comment