હવે એ વાત પર તારી બધો આધાર રાખે છે,
બધાં પોતાપણાને શિદ ને લાચાર રાખે છે?
ભલે સૌ કોઈ બોલે માણસો ને માણસાઈ નું,
અહીં તો સૌ છતાં તેને પહેલી પાર રાખે છે.
કહે છે સૌ નિરંજન ને નિરાકારી આ શંકર છે,
છતાં જો મૂર્તિઓના કેટલા આકાર રાખે છે.
નથી હોતા જ્માના સાથ જેના કોઈ સંબંધો,
જઈને જોયું એવા પોતિકો સંસાર રાખે છે.
ઘણાં એવા જિંદગી ની દિશામા ચાલતા જોયા,
ન ચાલે તો દિશા જાણે હોવાપણા નો ભાર રાખે છે.
--- જનાર્દન દવે
No comments:
Post a Comment