સૂર્યનો સંતાપ
સ્હેજ તીખો ને મજાનો તાપ છે,
તાપ નામે સૂર્યનો સંતાપ છે.
સ્હેજ બોલે તો મને સમજણ પડે,
મૌન : સાચો ફેણવાળો સાપ છે !
સાવ જુઠ્ઠુ હું કદી બોલું નહીં,
ધર્મરાજાની મગજમાં છાપ છે.
તાવડી ચૂલે ચડે છે સ્વપ્ન લઈ,
આંજવણમાં શેકતાં મા-બાપ છે.
બાંધણી *આલાપ*ની મજબૂત છે,
જસ્ટ ડાબે એક નાનો કાપ છે !
#આલાપ
#CM_Sarkaar
No comments:
Post a Comment