વાયદા ખોટા થવાનો અર્થ શો?
ખ્વાબ ખોટા વાવવાનો અર્થ શો?
હું હવે ચાલી જવાનો જિંદગી,
આ જુઠા બ્હાના થવાનો અર્થ શો?
લ્યો તમે સાચે ગયા છોડી મને,
એકલા આ માણવાનો અર્થ શો?
જે થવાનું એ થવાનું જિંદગી,
જાતને આ બાળવાનો અર્થ શો?
ચાલ એ 'આભાસ' રસ્તે આપણે,
મોતને જો ટાળવાનો અર્થ શો?
-આભાસ
No comments:
Post a Comment