Monday, 12 September 2016

ગઝલ

મૂક સઘળી વાત તું દીવાનગીની વાત કર.
વાત ઉપર વાત  તું દીવાનગીની વાત કર.

કાન બીજા કોઇ પણ ભાષણ હવે નહીં સાંભળે,
કાનમાં  અર્થાત  તું  દીવાનગીની વાત કર.

આંખ મટકું પણ નહીં મારે તું કર આરંભ બસ
રાતથી  પ્રભાત તું  દીવાનગીની વાત કર.

ગામમાં ને ચોકમાં શેરી-મહોલ્લામાં બધે,
થાવું છે વિખ્યાત તું દીવાનગીની વાત કર.

પ્રેમનો મુદ્દો ભલે હો કે ફકીરીનો વિષય
બેયમાં બિનધાસ્ત તું દીવાનગીની વાત કર.

આ મુસદ્દો લઇ જવો છે આપણે બ્રહ્માંડમાં,
હું કરું દરખાસ્ત તું દીવાનગીની વાત કર.          
                 --- ધર્મેશ ઉનાગર

No comments:

Post a Comment