Friday, 14 July 2017

અછાંદસ

*સરલ ...સાદગી..*

આંખ બંધ કરું ને ચિત્ર તારું તરવરી ઉઠે.
તારા ઘુંટણ સુધી લહેરાતા કેશ..
સાગર જેવી ગહેરી આંખો...
માસુમ ચહેરો..
દાડમની કલી જેવી દંતાવલી...
ગુલાબની પંખડી જેવા ગુલાબી ઓષ્ઠ.
મુશ્કાન તારી મનમોહક..
નજર બાંધી રાખતી તારા રૂપ પર..
ગજગામિની .. મલપતી ચાલ..
મનમોહિની.. તારી અેક નજર..
નજર ઝુકાવી ..  જોવાની એ દ્રશ્ટી?
ઘાયલ બન્યો આ તારા રૂપ પર..
ના કોઈ બનાવટી શિંગાર..
ના કોઈ શણગાર..
છતાં તારું રૂપ લાગતું અપ્રિતમ.
સાદગી તારી ખૂબ ગમતી.
ભાલ પર કુમકુમ બિંદીયા જાણે ચમકતો સૂર્ય.
તારા કેશ લહરાયને થઈ સંધ્યા ...
મુખ તારું પૂનમનો ચાંદ...
આ સરલ.. સાદગી... તારી..
ઘાયલ બન્યો ...
દિવાનો તારા પ્રેમમાર્ગનો..
એક નજર..તારી..
જાન કરું કુર્બાન ..મારી પ્રિયા..!!

કાજલ
કિરણ પિયુષ શાહ
05/07/17

No comments:

Post a Comment