ગીત: વરસાદ
હું ખાલીપો સુકવું, ને તું મુશળધારે વરસે,
ઓ રે મેઘા, ઓ રે મેઘા, તું શીદ મુજને કનડે?
રાતો મોઘમ ચૂકવું, ને તું આખા ગામો ગજવે,
ઓ રે મેઘા ઓ રે મેઘા, તું શીદ મુજને કનડે?
નિકળી જ્યારે ઘરની બા'રે ચુનર ધોળી ઓઢી,
નિર્લજ થઈને રોકે રસ્તો ભીંજવતો તું દોડી
ચુનરનું ત્યાં ઝુકવું, ને તું લે આલિંગન હરસે
ઓ રે મેઘા ઓ રે મેઘા, તું શીદ મુજને કનડે?
રુદિયાના કલરવ વચ્ચે બાંધ્યો મેં લીલો માળો,
કોરી સુકી માટીમાં તું ઉગાડે ગરમાળો,
સમણાં સઘળા ટુકવું, ને તું વિજળી થઈને ચમકે,
ઓ રે મેઘા ઓ રે મેઘા, તું શીદ મુજને કનડે?
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment