Friday, 14 July 2017

ગઝલ

એક પીંછું જો લખું , ચિતચોર થાશે,
કેટલાં પીંછાં લખું તો મોર થાશે !

કાઢશે ચાખીને શબરી તો અલગ એ,
રામ માટે તો એ મીઠાં  બોર થાશે !

ક્યાં જશોદાને ખબર એની હતી કંઈ?
કૃષ્ણનું તો નામ માખનચોર થાશે ?

કંસનો વધ અંતમાં જ્યારે એ કરશે,
કૃષ્ણનો જયનાદ ચારેકોર થાશે !

છે જીવન રાધા વિના તો રાત ઘેરી,
મળશે જ્યારે રાધા,પાછી ભોર થાશે !

- હેમંત.મદ્રાસી

No comments:

Post a Comment