મારી ભીતર ઘાટ ઘડતું જાય છે,
આછું અજવાળું ય અડતું જાય છે.
ખૂપી જઉ છું એ ક્ષણે મારી ભીતર,
પોપડા જેવું ઉખડતું જાય છે.
ટોચ પર પહોંચી ગયેલું જે સ્મરણ,
એ શિખાનખ કેમ પડતું જાય છે.
હું ,નથી હું ,છું -નુંકારણ તો પછી,
કેમ અહીં ખાલી ખખડતું જાય છે.
જળ હતું જીવવાનું કારણ તે છતાં
મત્સ્ય પાણીમાં સબડતું જાય છે
ભરત ભટ્ટ
No comments:
Post a Comment