મનની ભીતર હરતું ફરતું જાય છે,
એ સ્મરણ ક્યાં એમ ખરતું જાય છે.
સ્વપ્ન જે મેં સાચવ્યું જાણે જણસ,
મારી નજરો સામે તરતું જાય છે.
આયનામાં કોણ ડોકાઈ ગયું,
બિમ્બ તો ક્ષણમાં ઉતરતું જાય છે.
અવતરે છે હર ક્ષણે ભીતર કશું,
હર ક્ષણે અંદર શું મરતું જાય છે.
પીન્જરુ તોડી મરોડીને હવે -
પંખી આકાશે વિહરતું જાય છે
ભરત ભટ્ટ
No comments:
Post a Comment