Friday, 14 July 2017

ગઝલ

મારી આંખને વાંચી શકે જો તું;
તારી જ તારી તસવીર દેખાય છે.

હું ક્યાં કહુ છું કે લે આંજીલે મને;
શમણાં રુપે તો તું જ અંજાય છે.

રાતભર જાગી ને તાક્યા કરુ છું;
હથેળીએ અજાણ રેખ રચાઈ છે.

જોડ્યા કરુ એક એક મોતીડા,
માળાએ પ્રણયની તું જ ગૂંથાય છે.

સહિયારી રચી છે ગઝલ સુંદર;
તું જ  એનો અનમોલ પર્યાય છે.
                                - ઝાકળ

No comments:

Post a Comment