રેખા...
મળતાં મન શમણાની વચ્ચે
દાવાનળ તણખાની વચ્ચે
વળતાં વન,પતઝડનાં પંખી
સરખા સૌ સરખાની વચ્ચે
મૌસમ માટી! વગડો વાદી
હરખાતાં મનખાની વચ્ચે!
કોણે વાવી ઝાકળ ભીંની?
મગમાળા ચોખાની વચ્ચે!
પગપાળા,પાડેલાં લીટા
તરડાતાં ખોખાની વચ્ચે
શરમાતો,શણગારે દર્પણ
છોડેલો વળ શીખાની વચ્ચે
પોખેલી પળ-પળમાં કાંતે!
પાવન-વન ચરખાની વચ્ચે
મીઠી મોળી,ખારી ખાંટી
ઝાંખી ભવ રેખાની વચ્ચે
જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તા:-11-07-2017
સમય:-08:00 રાત્રે
No comments:
Post a Comment