Friday, 14 July 2017

ગઝલ

નાટક કઈ પડદાની વચ્ચે,
ખેલ હવે ઝગડાની વચ્ચે.

નટવર રમ્યો રાધે સંગે,
નરસૈયા પગલાની વચ્ચે.

મીરા નાચી કાન્હા નામે,
મેવાડી જનતાની વચ્ચે.

મૈયા ધેલી ક્ષણમાં થઈ ગઈ
કાન્હા એ પડઘાની વચ્ચે.

કાજલ ચાલી તારા પંથે
ડગલા એ તડકાની વચ્ચે.

કાજલ
કિરણ પિયુષ શાહ
11/07/17

No comments:

Post a Comment