Friday, 14 July 2017

ગઝલ

ભૂલાયા છે મેઘ ને;મલ્હારના ગીતો,
ક્યાંથી લખુ હવે આ તહેવારના ગીતો!

વરસે આભને ધરા સુગંધે ભીંજાઈ,
વેરી થયા સૌ એ વહેવારના  ગીતો.

કોરા- કોરા નયન ને; કોરા આ હૃદયે,
ન વસે કેમે'ય પ્રણય નીખારના ગીતો

ચઢ્યા છે દેવ ચરણ ને; પાવન થયા,
નહિ ભૂલાય કો'દિ એ સવારના ગીતો.

હોય લાગણી તો છાનુંય કેમ રહેવું!?
રચે 'ઝાકળ' ક્યાંથી બહારના ગીતો.
                                - ઝાકળ

No comments:

Post a Comment