સાત દરિયા પાર છીએ હું અને તું,
જિંદગી, આધાર છીએ હું અને તું.
સુખ પ્રવેશી જાય ભીતર આ હ્રદયમાં,
આંગણાનાં દ્વાર છીએ હું અને તું.
શુધ્ધ કરવા આપણા આ પાપને જો,
અશ્રુની એ ધાર છીએ હું અને તું.
એક પારખું નજરની છે હા તલાશ,
પ્હાડમાં સાકાર છીએ હું અને તું.
ગોઠવી લે જે ગમે એ જિંદગીમાં,
ભાડુતી ઘરબાર છીએ હું અને તું.
આ દુ:ખોને ભૂલવા હા સામસામે,
જામને પાનાર છીએ હું અને તું.
શ્વાસને 'આભાસ' છોડીને જવાનો,
મોતનો સહકાર છીએ હું અને તું.
-આભાસ
No comments:
Post a Comment