વિંધવાનું છોડ હવે તો જીવવા દે
ઝાડ માં માળો હવે તો બાંધવા દે
મૌન ક્યાં સુધી રહેશો આમ બેસી
સાથ મળ્યો છે હવે તો બોલવા દે
આથમીને આમ ક્યાં તારે જવાનું
આ બધા રહસ્યો હવે તો જાણવા દે
ભૂસવા બેઠો અહીં પાટી લઈને
આંક તૂટે છે હવે તો જોડવા દે
સાજ કેવા એ સજીને આવશે જો
અલંકારો આ બધા હવે બાળવા દે
માંડ ખુલાસો થયો છે એકવાતે
સુખ ને થોડું હવે તો પામવા દે
............આકાશ
No comments:
Post a Comment