ૐ લગા ગા ગા લગા ગા ગા લગાગા ગા લગા ગા ગા. ઘણાં છે ભાવ એવા, જેની રચના થઈ નથી શકતી, ઘણી ઈચ્છા ય એવી છે, જે સપના થઈ નથી શકતી. તમારે જાણવું તો છે કે હલકો છું કે ભારે પણ, બધા સાથે અમારી એવી તુલના થઈ નથી શકતી. કરી છે પ્રાર્થનાઓ સાવ કારણ વિણ અમે તો જો, બધી કૈં આરઝૂ મારી, અભ્યર્થના થઈ નથી શકતી. તમે મારી સમક્ષ આવીને કોશિષ તો કરી જોજો, અરીસો થૈ ગયો છું, જેની છલના થઈ નથી શકતી. તમારા આવવાથી તો બધું પામી શકાયું છે, સલૂણી હો ભલે સંધ્યા, એ સજના થઈ નથી શકતી. ર્ડા. મુકેશ જોષી
No comments:
Post a Comment