નદીના સૂકા પટમાંથી
મૂઠી તડકો
ચોરી .....
અવાવરૂ ગૂફામાં
સહારો માણું
કંઇ કેટલાય
વર્ષો ના યાદોનાં
જાળાં
પતંગીયાંને ,
ચામાચીડીયાને
ફસાવીને
પાંખો કાપે ..
જે લોહીના છાંટા ઉડે
આ ડાઘ ઘોવા
હું રઝળતો રઝળતો
કાગડાના માળે
પગથિયાં ચડતાં ચડતાં
જીવતો થયો .
પેલો ડાઘ ................
... આકાશ
No comments:
Post a Comment