ૐ ગાલગા ગાગા લ ગા ગા ગાલ ગાગા ગાલગા ખેડવા માંડો તો જીવન રાસ આવી જાય છે, ને સબંધોના બરાબર ચાસ આવી જાય છે. પ્રેમથી જીવો તો જીવન જીવવા જેવું જ છે, એમ ના જીવો તેથી તો ત્રાસ આવી જાય છે. ઍ ખરું કે નિંદામણ પણ કાઢવું તો જોઈએ, અન્યથા કેવળ નકામું ઘાસ આવી જાય છે. એમ તો શું વન કે જીવન એક સરખા હોય છે, કૈંક અણધાર્યું જ અચાનક ખાસ આવી જાય છે. જેમ એની વાત પેલી થાય છે પાછી શરૂ, આપણાં શબ્દો ને પાછા શ્વાસ આવી જાય છે. - ર્ડા મુકેશ જોષી
No comments:
Post a Comment