ૐ ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગા. સંભાવનાની પાર થોડું જોઈ પણ લીધું, આ ખોરડાની બા'ર થોડું જોઈ પણ લીધું. એવું નથી કે સાવ ભૂલી જાતને અમે, આવી અમારી યાદ, થોડું રોઈ પણ લીધું. ક્યારેક, કોઈ, ક્યાંક, થોડું યાદ કરશે, એવી લગાવી આશ, થોડું ખોઈ પણ લીધું. એની નજરમાં પાપ થોડું જે થયું છે તે, લૂછી અશ્રુ એકાદ થોડું ધોઈ પણ લીધું. એણે ગઝલ આ ક્યાંક થોડી ગણગણી લીધી, હોયા વગર જો પાસ, થોડું હોઈ પણ લીધું. - ર્ડા મુકેશ જોષી
No comments:
Post a Comment