ૐ નામ જો ભલા નામ કંઈ બહુ કાઢવા જેવું નથી, ને અગર થઈ જાય તો સંતાડવા જેવું નથી. રામ જેવા રામનું પણ નામ કીર્તન થાય છે, નામમાં શું છે? કહી ભરમાવવા જેવું નથી. નામ જેવા થઈ શકે તો ગુણ થોડાં રાખજે, એક સપનું નામ દઈને પાળવા જેવું નથી. આ ચિતા કોની બળે છે? એમ પણ પૂછાય છે, જાત સાથે એટલે જ એ બાળવા જેવું નથી. એ ખરું કે નામ નીચે કોઈ મોટાનું નથી, ગઝલ છતાંય માણવાનું ટાળવા જેવું નથી. - ર્ડા મુકેશ જોષી
No comments:
Post a Comment