રાત ટાઢીને નથી ચાદર કબીરા,
ક્યાં સુધી ફરશું દર-બદર કબીરા.
બે છેડામાં દુનિયા ફસાઈ ગઈ છે બધી,
એક છેડો પરમ તત્વ અંદર કબીરા.
રામ રામ જપો કે મરા મરા જપો,
હ્રદયને હ્રદયથી ગમે તે મંતર કબીરા.
સંકેલી લીધો છે કારોબાર આપણો,
કોઈનાં થી હવે નથી નડતર કબીરા.
લાત માર એ કાશીનાં મરણને હવે,
શ્વાસ જાશે ને થશે ટુંકુ અંતર કબીરા.
એની સામે શું ધરીને છુટી જઈશ કે'તો?
હું થઈ જાવું થોડો પગભર કબીરા.
ફોગટ ફેરો કાશીનો શું કામ કરવો હવે?
પરમ મોત તો ગામનું પાદર કબીરા.
ફેર વિચારણા માંડી વાળ 'આભાસ'
થઈ ગયા એ થઈ ગયા પાર કબીરા.
-આભાસ
No comments:
Post a Comment