Monday, 5 September 2016

લઈને..... ગઝલ - મુકેશ દવે

લઈને..... ગઝલ - મુકેશ દવે

મનમાં ઠાંસી નવાબ લઈને,
હું આવ્યો એવો રુઆબ લઈને.

ઘર ને આંગણ મ્હેકી ઊઠ્યા,
આવ્યા'તા એ ગુલાબ લઈને.

રસ્તો નફ્ફટ ઝૂમવા લાગ્યો,
એક એક ડગલે શરાબ લઈને.

તેં ના કોઈ પ્રશ્ન પૂછ્યો'તો,
ને હું આવ્યો'તો જવાબ લઈને.

પુરાંતમાં બસ આ નભ-ધરા છે,
ચાલ્યો જઈશ આ હિસાબ લઈને.
- મુકેશ દવે

No comments:

Post a Comment