Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
વરસી પડ તો ઝરમર થઈએ, આખે આખા વળતર થઈએ.
ઝાંખું ઝાંખું ઝળહળ થઈએ, થોડા થોડા પગભર થઈએ.
ભીંતે ભીતેં ડગમગ થઈએ. જૂના જૂના પડતર થઈએ.
આંખે આંખે અનહદ થઈએ, હૈયે હૈયે સરભર થઈએ.
'આભાસે' આ ઝગમગ થઈએ, ઓરા ઓરા પળભર થઈએ.
-આભાસ
No comments:
Post a Comment