Tuesday, 6 September 2016

ગઝલ: શ્રી ગણેશા

શ્રી ગણેશા

ચાલો કરીએ શ્રી ગણેશા,
ભીતર ભરીએ શ્રી ગણેશા.

ગામ-ગલી ને પાધર સૂનાં,
વન પરહરીએ શ્રી ગણેશા.

અંધારાની ત્રેવડ ક્યાં છે ?
ખુદ ઝળહળીએ શ્રી ગણેશા.

પીળાં કમખાં - લાલ નજરીયાં;
ગોકળગતિએ શ્રી ગણેશા.

ચિંતા ના કર અન્યોની તું,
જાત વરતિએ શ્રી ગણેશા.

#આલાપ
#CM_Sarkaar

No comments:

Post a Comment