Tuesday, 6 September 2016

ફના થઈ શકું

ફના થઇ શકું

આ પતંગા સમ ભલા હું ફના થઇ શકું.
ભીતરે ધરબાયેલી હું વેદના થઇ શકું.

સાચને ના આંચ હો ,એ વાત સાચી બને,
જો હ્રદયથી હું ખુદાની પ્રાર્થના થઇ શકું.

હો પ્રતિષ્ઠા આપની,આથી તો તૈયાર છું,
કૈંક કરતાં આપની જો નામના થઇ શકું.

હો ભલે વ્હેતો મુકો,આકાશને આંબવા,
ભાગ્યશાળી હું બનુ જો કલ્પના થઇ શકું.

જેમ ઘાયલ ને કલાપી દૂરની એ વાત છે,
પામવાની એમને હું સાધના થઇ શકું.

કેટલું સુંદર હ્રદય છે,ઝાંકજો ઓ 'ધમલ'
ઝાંકનારા એ બધાની ચાહના થઇ શકું.

                 --દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment