[ કારણ પણ હશે ]
આ વધ્યા આતંકીયો તો કંઈક કારણ પણ હશે,
એનો સૂત્રધાર તો એકાદ રાવણ પણ હશે.
વહેવાર બોલ્યા નો નથી બે ભાઈની વચ્ચે હવે,
કંઈક તો પાડોશીયો નું રાજ કારણ પણ હશે.
દેશ મારો એટલે ભર નિંદરે સૂતો હજી,
નાટક હશે કાં સ્વાર્થ નહિતર બીકનું ઘારણ હશે.
સાવ આવી કલ્પના તો હોય નહી પુરાણ માં,
કંઈક તો ઋષીઓ તણું કાઢેલ તારણ પણ હશે.
આ ચડ્યો રજપૂત જંગે હાથ તલવારો ધરી,
બિરદાવનારો જંગમાં ત્યાં કોઈક ચારણ પણ હશે.
કુતરાં ની ટોળ ભસતી જાય છે શેરી મહીં,
નક્કી મહારથ ડોલતો ત્યાં આવતો વારણ હશે.
'ચમન' આ સંસાર સાગર બેય વસ્તુ આપશે,
અમૃત ની ટાઢક હશે તો ઝેરનું ઝારણ હશે.
- ચમન ગજ્જર
No comments:
Post a Comment