Tuesday, 6 September 2016

ચમન ગજ્જર

ફકત આ કારણે દાતાર કાયમ દાન આપે છે,
ઘણા જન્મે પ્રભુ ઈન્સાન નો અવતાર આપે છે.

અંધારૂં હોય તો ઝાંખો છતાં પણ લાગશે પ્યારો,
નકર ક્યાં દિવડો સૂરજ સમો અંજવાસ આપે છે !

જગતને જીતનારો એ સિકંદર હારીયો અંતે,
ધરા ધમરોળનારો એજ ગજથી ભોંય માપે છે.

અગર જો કાળ સામો આવશે તો પણ જશે હારી,
ઘરે થી નીકળું ને મા અભય આશિશ આપે છે.

જગત માં જ્યાં હશે ત્યાં એ હશે સાજો અને તાજો,
હજી અધરાત જાગી માત હરીવર નામ જાપે છે.

ખુમારી જાણવી જો હો તો તું પાદર વયો જાજે,
અમારા પુર્વજો નો પાળીયો આજેય ઝાંપે છે.
- ચમન ગજ્જર

No comments:

Post a Comment