Wednesday, 14 September 2016

ગઝલ

.
નહીં હું હારમાં રોયા કરું,
હવે તો એકલો દોડયા કરું.

નજરનો જામ પાયો જેમણે,
ચહેરો એમનો શોધ્યા કરું.

શરારત માફ કરજે આજ તું,
તને હું ક્યાં સુધી જોયા કરું?

હ્રદયમાં ફૂટશે કૂંપળ હવે,
દિલે હું લાગણી ટોયા કરું.

જવાનું કયાં? નથી હું જાણતો,
સમયને હાથથી ખોયા કરું.

કરેલું એમને કામણ હશે,
રટણમાં નામ એ બોલ્યા કરું.

વસૂકેલી ભલેને જીંદગી,
છતાંયે રોજ હું દોહ્યા કરું

              'નિરાશ'   અલગોતર રતન

No comments:

Post a Comment