Sunday, 2 October 2016

ગઝલ

રમણાઓ રસઘેલી લઈને ઊડવાનુ છે માથે મધની થેલી લઈને ઊડવાનુ છે

આળી આળી પાંખો ને ખરબચડું નભ છે
ઊડવાની મુશ્કેલી લઈને ઊડવાનુ છે

રજકણ ધુમ્મસ બાદ હવે છે  સાતમો
કોઠો  
ઝરમર ઝરમર હેલી લઈને ઊડવાનુ છે

ઊડવું  તો  છે હળવાફૂલ થાવાની ઘટના
જંગ એ કપરો ખેલી લઈને ઊડવાનુ છે

'સ્નેહી' આનંદથી રહેજો કહી,ચાલ્યા અહીંથી
મારે પાંખ સંકેલી લઈને ઊડવાનુ છે

            -સ્નેહી પરમાર

No comments:

Post a Comment