Sunday, 2 October 2016

ગઝલ

પથ્થરોને તરાવે તો માનું,
પાણીને જો, ડુબાવે તો માનું!

મનમાં એ ઘર કરી રહે છે,  જો!
ના કદી મનમાં આવે તો માનું!

તારા સંગીતથી બધાં ડોલે,
જડને જો તું હલાવે તો માનું !

થઈ ગયું છે આ મન તો પથ્થરનું,
લાગણી કંઈ જગાવે તો માનું!

જિદ અગર પૂરી થાય એવી નૈં !
રડતું બાળક હસાવે તો માનું! 

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment