Sunday, 2 October 2016

ગઝલ

છાનાં છપનાં મળવા અંગે જો કારણ શોધે તો માનું.
રસ્તે પાછા વળવા અંગે જો કારણ શોધે તો માનું

મોઘમ રે'તા એ શબ્દોનાં શોધું કેવી રીતે અર્થો ?
શબ્દોને સળવળવા અંગે જો કારણ શોધે તો માનું..

અફવાનાં ગીધડ પણ આભે ચકરાતા હો ગોળાકારે,
એ વર્તુળને ટળવા અંગે જો કારણ શોધે તો માનું..

પ્રશ્નો પૂછે પાંપણ ભીની આંખોને સપના અંગેનાં,
ભીનાં સપનાં ફ્ળવા અંગે જો કારણ શોધે તો માનું..

લાવા ભડભડતો એવો તો તારી યાદોનો હર પલ પલ,
ભીતરને પણ કળવા અંગે જો કારણ શોધે તો માનું

પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'

No comments:

Post a Comment